તમિલનાડુમાં બનશે 'રાહુલ અને વિજય'ની જોડી?
તમિલનાડુમાં બનશે 'રાહુલ અને વિજય'ની જોડી?
Published on: 04th May, 2026

તમિલનાડુમાં છેલ્લા 50 વર્ષથી ચાલી આવતા DMK અને AIADMKના શાસન સામે અભિનેતા વિજયની પાર્ટી TVKએ એક મોટી ક્રાંતિ સર્જી છે. હાલમાં TVK લગભગ 110 બેઠકો પર આગળ ચાલીને તમિલનાડુની સૌથી મોટી પાર્ટી બની રહી છે. તમિલનાડુમાં બહુમતી માટે 118 બેઠકોની જરૂર હોય છે, ત્યારે વિજયની પાર્ટી મેજિક ફિગરથી માત્ર 8 બેઠક દૂર હોવાનું જણાય છે. તેવામાં સરકાર બનાવવા માટે તેને જેટલા ધારાસભ્યોની જરૂર છે તેટલા કોંગ્રેસ પાસે છે. તેવી સ્થિતિમાં કોંગ્રેસ માત્ર 5 ધારાસભ્યોના જોરે પણ કિંગમેકરની ભૂમિકામાં જોવા મળી શકે છે.