સુરેન્દ્રનગર વોર્ડ 13: ઉમેદવારોએ પ્રચાર માટે કેસરિયા રંગની કાર રંગાવી, ફોટા લગાવી મતદારોને આકર્ષ્યા.
સુરેન્દ્રનગર વોર્ડ 13: ઉમેદવારોએ પ્રચાર માટે કેસરિયા રંગની કાર રંગાવી, ફોટા લગાવી મતદારોને આકર્ષ્યા.
Published on: 17th April, 2026

સુરેન્દ્રનગર મનપા ચૂંટણીમાં વોર્ડ 13ના ઉમેદવારોએ મતદારોને આકર્ષવા અનોખી રીત અપનાવી. ઉમેદવારોએ કેસરિયા રંગથી કાર રંગાવી, જેના પર પોતાના ફોટા, ધારાસભ્ય, પક્ષ પ્રમુખ અને પક્ષનું ચિહ્ન લગાવ્યા. કુસુમબેન સોલંકી, રૈયાબેન કટોડિયા, ઈશ્વરભાઈ ખાંદલા અને પ્રવીણભાઈ પરમારના ફોટા કાર પર છે. આ પ્રચાર શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે અને મતદારોનું ધ્યાન ખેંચી રહ્યું છે.