કોંગ્રેસની 'નો ગેરંટી' સામે ભાજપની 'ફુલ ગેરંટી'.
કોંગ્રેસની 'નો ગેરંટી' સામે ભાજપની 'ફુલ ગેરંટી'.
Published on: 17th April, 2026

મહેસાણાના કડીમાં ભાજપના ઉમેદવાર મયંક પટેલના સમર્થનમાં નીતિન પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કોંગ્રેસના અસ્તિત્વ પર સવાલ ઉઠાવ્યા અને ભૂપેન્દ્ર પટેલના 'યોગી મોડેલ'ની વાત કરી. નીતિન પટેલે કોંગ્રેસની સાડી અને પૈસાની રાજનીતિ સામે ચેતવણી આપી તેમજ ભાજપના શાસનમાં કડીમાં થયેલા વિકાસની વાત કરી. તેમણે મતદારોને યોગ્ય ઉમેદવાર પસંદ કરવા માટે અપીલ કરી અને કોંગ્રેસને રમણભમણ ગણાવી ભાજપને જ વિકલ્પ ગણાવ્યો.