વાપીમાં RPF દ્વારા 'ઓપરેશન રેલ સુરક્ષા' હેઠળ 3 કેબલ ચોર પકડાયા, લાખોની રેલવે સંપત્તિ બચી.
વાપીમાં RPF દ્વારા 'ઓપરેશન રેલ સુરક્ષા' હેઠળ 3 કેબલ ચોર પકડાયા, લાખોની રેલવે સંપત્તિ બચી.
Published on: 17th April, 2026

પશ્ચિમ રેલવેના ‘ઓપરેશન રેલ સુરક્ષા’ અભિયાન હેઠળ, વાપી RPFએ બે અલગ કાર્યવાહીમાં રેલવે સિગ્નલ કેબલ ચોરીના ત્રણ આરોપી પકડ્યા. આ કાર્યવાહીથી લાખો રૂપિયાની રેલવે સંપત્તિનું નુકસાન અટકાવવામાં આવ્યું અને ટ્રેન વ્યવહાર ઝડપથી પુનઃસ્થાપિત કરાયો. RPFએ આરોપીઓ પાસેથી ચોરાયેલી કોપર કેબલ અને હેક્સા બ્લેડ જપ્ત કરી. આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.