સુરત વોર્ડ-18માં કોંગ્રેસ ઉમેદવારનો દગો, માતાનો આક્રોશ.
સુરત વોર્ડ-18માં કોંગ્રેસ ઉમેદવારનો દગો, માતાનો આક્રોશ.
Published on: 17th April, 2026

સુરત મ્યુનિસિપલ ચૂંટણીમાં વોર્ડ-18માં કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતા રાજકીય ભૂકંપ સર્જાયો. દીકરીને રડતી જોઈ માતાએ સંજય રામાનંદી પર પૈસા માટે વેચાઈ જવાનો આરોપ લગાવ્યો. માતાએ કહ્યું, "મારી પોરી પૈસાની લુચ્ચી નથી, એ ઇજ્જતવાળી છે, ભગવાન એનું નઈ રાખે". આ ઘટનાથી કોંગ્રેસ કાર્યકરોમાં આક્રોશ ફેલાયો છે. આ બનાવના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.