PM Modi 15 નવેમ્બરે ડેડીયાપાડામાં બિરસા મુંડા જન્મજયંતિ કાર્યક્રમમાં હાજરી આપશે અને જાહેરસભાને સંબોધન કરશે.
PM Modi 15 નવેમ્બરે ડેડીયાપાડામાં બિરસા મુંડા જન્મજયંતિ કાર્યક્રમમાં હાજરી આપશે અને જાહેરસભાને સંબોધન કરશે.
Published on: 05th November, 2025

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં 15 નવેમ્બરે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે બિરસા મુન્ડા જન્મજયંતિના કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓ સવારે 8 વાગ્યે સુરત એરપોર્ટ આવશે અને હેલિકોપ્ટર દ્વારા ડેડીયાપાડા પહોંચશે. તેઓ આદિવાસીઓના કુળદેવી દેવમોગરા માતાજીના દર્શન કરશે અને ત્યારબાદ ડેડીયાપાડા ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી જાહેર સભાને સંબોધન કરશે. જિલ્લા વહિવટીતંત્ર અને પોલીસતંત્ર એક્શનમાં છે.