કોને મળશે કેરલાનો તાજ: શશી થરૂર કે કે સી વેણુગોપાલ?
કોને મળશે કેરલાનો તાજ: શશી થરૂર કે કે સી વેણુગોપાલ?
Published on: 04th May, 2026

કેરલામાં વિધાનસભા ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે, જનતાએ ફરી એકવાર યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) પર વિશ્વાસ મૂક્યો છે. જોકે, ગઠબંધને હજુ સુધી મુખ્યમંત્રીના ચહેરાની સત્તાવાર જાહેરાત કરી નથી. કોંગ્રેસ સાંસદ કે. સુરેશે જણાવ્યું છે કે, ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક અને ગઠબંધન પક્ષો સાથેની ચર્ચા બાદ અંતિમ નિર્ણય કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવશે. વી.ડી. સતીશ કેરલા વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા છે. કે.સી. વેણુગોપાલ કોંગ્રેસના સંગઠન મહાસચિવ અને આલપ્પુઝાના સાંસદ છે. શશી થરૂર હાલમાં તિરુવનંતપુરમના સાંસદ છે.