જૂનાગઢ જિલ્લા પંચાયતની પહેલ: ઘર અને ગામ સંભાળતી 9 શ્રેષ્ઠ મહિલા સરપંચ વહુઓનું સન્માન
જૂનાગઢ જિલ્લા પંચાયતની પહેલ: ઘર અને ગામ સંભાળતી 9 શ્રેષ્ઠ મહિલા સરપંચ વહુઓનું સન્માન
Published on: 25th February, 2026

જૂનાગઢ જિલ્લા પંચાયત દ્વારા મહિલા સશક્તિકરણ માટે અનોખી પહેલ કરાઈ છે. જેમાં 9 તાલુકાની શ્રેષ્ઠ મહિલા સરપંચ વહુઓને ₹50,000નું રોકડ પુરસ્કાર અને સન્માન પત્ર આપી નવાજવામાં આવશે. આ પહેલનો ઉદ્દેશ્ય પંચાયતી રાજમાં મહિલાઓની ભાગીદારી વધારવાની સાથે સમાજમાં પુત્રવધૂઓના સ્થાનને મજબૂત કરવાનો છે. સ્વતંત્ર વહીવટ કરતી મહિલાઓને પ્રાધાન્ય અપાશે અને પસંદગી માર્ચથી શરુ કરાશે.