ગામડામાં વીજળી ઉત્પન્ન કરો અને શહેરમાં મફતમાં વાપરો
ગામડામાં વીજળી ઉત્પન્ન કરો અને શહેરમાં મફતમાં વાપરો
Published on: 13th September, 2026

દક્ષિણ ગુજરાતના હજારો શહેરીજનો, ખાસ કરીને ફ્લેટ ધારકો, જેઓ પોતાની છત ન હોવાને કારણે સોલાર રૂફટોપના લાભથી વંચિત હતા, તેમના માટે હવે ક્રાંતિકારી પરિવર્તન આવી રહ્યું છે. ગુજરાત વિદ્યુત નિયમન પંચ દ્વારા પ્રસ્તાવિત નવા નિયમો હેઠળ, હવે જ્યાં રહો છો ત્યાં જ સોલાર પ્લાન્ટ લગાવવો અનિવાર્ય નથી. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) ના કોઈપણ ગ્રાહક પોતાના ગામડાના મકાન, વાડી કે ખેતરની જમીન પર સોલાર સિસ્ટમ લગાવીને સુરતમાં પોતાના ફ્લેટનું વીજબિલ શૂન્ય કરી શકશે. આ અંગેની આખરી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને ટૂંક સમયમાં સત્તાવાર જાહેરનામું બહાર પડશે.