સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના 98માંથી 38 ઉમેદવાર નિરક્ષર !‎
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના 98માંથી 38 ઉમેદવાર નિરક્ષર !‎
Published on: 20th April, 2026

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ૩૨ બેઠકો માટેના ૯૮ ઉમેદવારોના સોગંદનામામાં ઉંમર, શિક્ષણ અને સંપત્તિના આશ્ચર્યજનક તથ્યો સામે આવ્યા છે. ૨૩ વર્ષના યુવાનથી લઈ ૬૯ વર્ષના અનુભવીઓ મેદાનમાં છે, જેમાં ૩૮ ઉમેદવારો નિરક્ષર છે, જ્યારે કેટલાક ઉચ્ચ શૈક્ષણિક પદવી ધરાવે છે. આર્થિક રીતે બે કરોડથી વધુની મિલકત ધરાવતા ધનિકો સામે માત્ર ૫૦૦૦ રૂપિયા ધરાવતા ઉમેદવાર પણ છે. ખાસ વાત એ છે કે, ૪૮ મહિલા ઉમેદવારોમાંથી કોઈની સામે ગુનાહિત કેસ નથી, જ્યારે એક પુરુષ ઉમેદવાર પર ૬ કેસ નોંધાયેલા છે.