રાજકોટ ડિવિઝનની 8 જોડી ટ્રેનમાં કાયમી ધોરણે થર્ડ AC કોચ જોડાશે, મુસાફરોને મળશે વધુ સુવિધા.
રાજકોટ ડિવિઝનની 8 જોડી ટ્રેનમાં કાયમી ધોરણે થર્ડ AC કોચ જોડાશે, મુસાફરોને મળશે વધુ સુવિધા.
Published on: 22nd March, 2026

આ નિર્ણયથી ટિકિટની ઉપલબ્ધતા વધશે અને મુસાફરી વધુ આરામદાયક બનશે. ઓખા-નાથદ્વારા અને ઓખા-બિલાસપુર EXPRESS સહિત અનેક ટ્રેનોમાં થર્ડ AC કોચની સંખ્યા 4 થી વધીને 5 થશે. રાજકોટ-દિલ્હી સરાય રોહિલ્લા EXPRESS, રાજકોટ-રીવા EXPRESS, જામનગર-તિરુનલવેલી EXPRESS અને હાપા-મડગાંવ EXPRESS માં પણ કોચ વધશે. વેરાવળ-ઇન્દોર મહામના EXPRESS અને વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા EXPRESS માં થર્ડ AC કોચ 6 થી વધીને 7 થશે. આ વ્યવસ્થા મે મહિનાના અંતમાં શરૂ થશે.