UKમાં 18 વર્ષથી નીચેના લોકો cigarette ખરીદી શકશે નહીં.
UKની સંસદે ઐતિહાસિક બિલ પસાર કર્યું, જેમાં 2008 પછી જન્મેલા લોકો cigarette ખરીદી નહીં શકે. Tobacco પ્રોડક્ટની જાહેરાત, ડિસ્પ્લે અને ડિસ્કાઉન્ટ પર પ્રતિબંધ મુકાયો છે. આ પગલું યુકેમાં ધૂમ્રપાન ઘટાડવામાં મદદ કરશે, જ્યાં 13% લોકો ધૂમ્રપાન કરે છે અને 80,000 લોકો મૃત્યુ પામે છે.
UKમાં 18 વર્ષથી નીચેના લોકો cigarette ખરીદી શકશે નહીં.
ખેતીમાં નવી ક્રાંતિ: 17 વીઘામાં 5 પ્રકારના તરબૂચ
ભાવનગર જિલ્લામાં હવે ખેતીની તસવીર બદલાઈ રહી છે. જેસર તાલુકાના જુનાપાદર ગામના પ્રગતિશીલ ખેડૂત તખતસિંહ ગોહિલે પરંપરાગત પાકોને તિલાંજલિ આપી છેલ્લા ત્રણ વર્ષથી તરબૂચની ખેતીમાં સફળતાના શિખરો સર કર્યા છે. આ વર્ષે તેમણે 17 વીઘા જમીનમાં 5 અલગ-અલગ જાતના તરબૂચ વાવીને માત્ર 80 થી 90 દિવસમાં મોટો નફો મેળવ્યો છે. પ્રથમ વર્ષે 10 વીઘામાં વાવેતર કર્યું હતું, તેમાંથી સારું ઉત્પાદન મળતા બીજા વર્ષે 12 વીઘાનું વાવેતર કર્યું હતું અને આ વર્ષે તેઓએ કુલ 17 વીઘા જેટલી જમીનમાં અલગ અલગ પાંચ પ્રકારના તરબૂચનું વાવેતર કર્યું હતું.
ખેતીમાં નવી ક્રાંતિ: 17 વીઘામાં 5 પ્રકારના તરબૂચ
હોર્મુઝને લઈને ટ્રમ્પનો નવો આદેશ, કહ્યું- 'ખાડીમાં માઈન્સ બિછાવતી તમામ બોટ્સને જોતા જ ઉડાવી દો'
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે મોટું અને કડક પગલું ભરતા અમેરિકન સેનાને આદેશ આપ્યો છે કે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'માં દરિયાઈ સુરંગો (માઈન્સ) બિછાવનારી કોઈપણ ઈરાની નાની બોટને 'દેખતા વેંત જ ઠાર કરવામાં આવે.' ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા કહ્યું, 'મેં અમેરિકન નૌસેનાને આદેશ આપ્યો છે કે જે પણ બોટ, ભલે તે નાની કેમ ન હોય, હોર્મુઝ સ્ટ્રેટના પાણીમાં દરિયાઈ સુરંગો બિછાવતી જોવા મળે, તેને તાત્કાલિક નિશાન બનાવવામાં આવે. તેમાં કોઈપણ પ્રકારનો સંકોચ રાખવો જોઈએ નહીં.'
હોર્મુઝને લઈને ટ્રમ્પનો નવો આદેશ, કહ્યું- 'ખાડીમાં માઈન્સ બિછાવતી તમામ બોટ્સને જોતા જ ઉડાવી દો'
WhatsAppમાં જ કરો મોબાઇલ રિચાર્જ! નવું ફીચર લોન્ચ, યુઝર્સને રહેશે વધુ સરળતાં...
WhatsApp મેસેજિંગ એટલે કે ચેટિંગ માટેનું મહત્ત્વનું પ્લેટફોર્મ છે, પરંતુ હવે તેમાં એ સિવાય પણ અનેક ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. કંપનીએ હવે ભારતમાં એક નવું ફીચર લોન્ચ કર્યું છે, જેના દ્વારા યુઝર્સ હવે સીધા WhatsApp અંદર જ મોબાઇલ રિચાર્જ કરી શકશે. આ ફીચરની સૌથી મોટી ખાસ વાત એ છે કે હવે રિચાર્જ માટે અલગ-અલગ એપ્સ ખોલવાની જરૂર નહીં પડે. કંપની મુજબ આ ફીચર ધીમે ધીમે Android અને iOS બંને યુઝર્સ માટે રોલઆઉટ થઈ રહ્યું છે અને આવતા થોડા અઠવાડિયામાં બધાને મળી જશે. WhatsAppનું આ નવું ફીચર પેમેન્ટ કંપની PayU સાથે ભાગીદારીમાં લાવવામાં આવ્યું છે.
WhatsAppમાં જ કરો મોબાઇલ રિચાર્જ! નવું ફીચર લોન્ચ, યુઝર્સને રહેશે વધુ સરળતાં...
અમેરિકામાં મિડ-ટર્મ ચૂંટણીમાં મોટા ઉલટફેરના એંધાણ! ઈરાન સંઘર્ષ બાદ ટ્રમ્પની લોકપ્રિયતામાં રેકોર્ડ ઘટાડો
અમેરિકામાં યોજાનારી આગામી મિડટર્મ ચૂંટણીઓ પહેલા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ગ્રાફમાં મોટો ઘટાડો નોંધાયો છે. રોઇટર્સ-ઇપ્સોસ, વેરાસાઇટ અને AP-NORC દ્વારા કરવામાં આવેલા તાજેતરના પોલ્સ દર્શાવે છે કે, ટ્રમ્પનું એપ્રૂવલ રેટિંગ ઘટીને 33% થી 36% ની વચ્ચે આવી ગયું છે, જે તેમના અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરો પૈકીનું એક છે. AP-NORC ના સર્વે મુજબ, 10 માંથી 7 અમેરિકનો માને છે કે દેશનું અર્થતંત્ર નબળું છે. ટ્રમ્પના અર્થતંત્ર પ્રત્યેના નિર્ણયોને માત્ર 30% લોકોએ જ સમર્થન આપ્યું છે, જે માર્ચમાં 38% હતું.
અમેરિકામાં મિડ-ટર્મ ચૂંટણીમાં મોટા ઉલટફેરના એંધાણ! ઈરાન સંઘર્ષ બાદ ટ્રમ્પની લોકપ્રિયતામાં રેકોર્ડ ઘટાડો
ટ્રમ્પનો બફાટ: ભારત-ચીનને ગણાવ્યા 'નરક', શું ભારતીયો માટે નોકરીઓ જોખમમાં છે?
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક લાંબો અને આક્રમક પત્ર પોસ્ટ કરીને અમેરિકામાં વસતા ઇમિગ્રન્ટ્સ અને ભારત-ચીન જેવા દેશો પર આકરા પ્રહારો કર્યા છે. ટ્રમ્પે અમેરિકાની બર્થરાઈટ સિટિઝનશિપ (જન્મના આધારે નાગરિકતા) ની નીતિની આકરી ટીકા કરતા ભારત અને ચીન માટે હેલહોલ જેવા શબ્દો વાપર્યા છે. ટ્રમ્પે પોતાના પત્રમાં લખ્યું છે કે, "અહીં જન્મેલું બાળક તરત જ અમેરિકાનું નાગરિક બની જાય છે અને પછી તેઓ ચીન, ભારત કે પૃથ્વી પરના અન્ય કોઈ 'નરક' માંથી તેમના આખા પરિવારને અહીં બોલાવી લે છે."
ટ્રમ્પનો બફાટ: ભારત-ચીનને ગણાવ્યા 'નરક', શું ભારતીયો માટે નોકરીઓ જોખમમાં છે?
ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકી નૌસેના સચિવ જોન ફેલનનું રાજીનામું
અધિકારીઓએ સચિવ ફેલનની સેવાઓ બદલ આભાર માન્યો, તેમણે નૌસેના વિભાગ અને US Navy માં યોગદાન આપ્યું. ઈરાન યુદ્ધ વચ્ચે જોન સી. ફેલને રાજીનામું આપ્યું. સંરક્ષણ સચિવના જનસંપર્ક સહાયકે આ જાહેરાત કરી. અન્ડર સેક્રેટરી હંગ કાઓ કાર્યકારી સચિવ બનશે. અમેરિકા ઈરાન સાથે તણાવનો સામનો કરી રહ્યું છે. ફેલનની નિમણૂક ગયા વર્ષે થઈ હતી. તેમના અનુભવના અભાવ અંગે ટીકાકારોએ સવાલો ઉઠાવ્યા હતા. સત્તાવાર રીતે રાજીનામાનું કારણ જણાવવામાં આવ્યું નથી.
ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકી નૌસેના સચિવ જોન ફેલનનું રાજીનામું
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ: અમેરિકાએ 31 ઈરાની જહાજો અટકાવ્યા, 17 યુદ્ધજહાજ ઉતાર્યા, દરિયાઈ નાકાબંધી કરી કડક.
યુ.એસ. સેન્ટ્રલ કમાન્ડ દ્વારા ઈરાન વિરુદ્ધ નાકાબંધી કડક કરાઈ, 31 જહાજો પાછા વાળ્યા. CENTCOM મુજબ, જહાજોને ઈરાની બંદરોમાં પ્રવેશવાની કે બહાર નીકળવાની મંજૂરી નથી. મોટાભાગના ઓઈલ ટેન્કરોએ અમેરિકન આદેશ સ્વીકાર્યો. 10,000 સૈનિકો, 100 ફાઈટર વિમાનો અને 17 યુદ્ધ જહાજો તૈનાત છે. આ નાકાબંધીથી 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' પર અસર પડી છે અને ટ્રાફિક ધીમો પડ્યો છે. નિષ્ણાતોના મતે,આર્થિક દબાણ લાવવાની રણનીતિ છે.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ: અમેરિકાએ 31 ઈરાની જહાજો અટકાવ્યા, 17 યુદ્ધજહાજ ઉતાર્યા, દરિયાઈ નાકાબંધી કરી કડક.
ઈરાનનો ખતરનાક ખેલ: ડિજિટલ કિલ સ્વિચની ધમકી, ગ્લોબલ ઈન્ટરનેટ બ્લેકઆઉટનો ખતરો.
IRGC દ્વારા ગ્લોબલ ઈન્ટરનેટ આઉટેજની ચેતવણી! પર્શિયન ગલ્ફમાં સમુદ્ર નીચેની કેબલ્સ જોખમમાં છે. કેબલ્સને નુકસાનથી માત્ર મિડલ ઈસ્ટ જ નહીં, વિશ્વમાં મોટો આઉટેજ થઈ શકે છે. 'હોર્મુઝ સ્ટ્રેટ' ઓઇલ સપ્લાયની સાથે ડિજિટલ દુનિયા માટે સંવેદનશીલ, ફાઇબર-ઓપ્ટિક કેબલ્સ એશિયા, યુરોપ અને મિડલ ઈસ્ટને જોડે છે, જે વિશ્વના 17% થી 30% ઇન્ટરનેટ ટ્રાફિકનું સંચાલન કરે છે.
ઈરાનનો ખતરનાક ખેલ: ડિજિટલ કિલ સ્વિચની ધમકી, ગ્લોબલ ઈન્ટરનેટ બ્લેકઆઉટનો ખતરો.
ગુજરાત આવતું જહાજ ઈરાની સેના દ્વારા કબજે, હોર્મુઝ સ્ટ્રેટ પાર કરતી વખતે ફાયરિંગ, રાજસ્થાની ઓફિસરનો વીડિયો.
રાજસ્થાનના વાઈસ કેપ્ટન હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયા, IRGC દ્વારા ભારત આવતું લાઇબેરિયાનું જહાજ કબજે. ઈરાનનો આરોપ- જહાજ પરવાનગી વગર હોર્મુઝમાંથી પસાર થતું હતું. ગુજરાતના મુંદ્રા પોર્ટ આવતા કન્ટેનર શિપ પર ફાયરિંગ થયું. 21 ક્રૂ મેમ્બર ફસાયા, જેમાં એક ભારતીય છે. IRGC એ જહાજને કિનારા તરફ લઇ ગઈ. ઇઝરાયેલ સાથે સંકળાયેલા ફ્રાન્સેસ્કા જહાજને પણ જપ્ત કરાયું. યુફોરિયા જહાજ પર પણ હુમલો કરવામાં આવ્યો.
ગુજરાત આવતું જહાજ ઈરાની સેના દ્વારા કબજે, હોર્મુઝ સ્ટ્રેટ પાર કરતી વખતે ફાયરિંગ, રાજસ્થાની ઓફિસરનો વીડિયો.
સરહદી જિલ્લાઓમાં સાયરન અને બ્લેકઆઉટ.
પાકિસ્તાન બોર્ડર નજીક ભારતના પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં સિવિલ ડિફેન્સ મોકડ્રિલનું આયોજન થઈ રહ્યું છે. જેમાં બ્લેકઆઉટ અને એર રેડ જેવી સ્થિતિનો સામનો કરવા માટે તૈયારી કરવામાં આવી રહી છે. આ મોકડ્રિલ પહલગામ હુમલાની વરસી પર સેનાની કડક ચેતવણી સાથે યોજાઈ રહી છે. 'ઓપરેશન સિંદૂર' યથાવત છે.
સરહદી જિલ્લાઓમાં સાયરન અને બ્લેકઆઉટ.
હોર્મુઝમાં નવું સંકટ: યુદ્ધ પછી પણ 6 મહિના સુધી ખતરો, ભારતની ચિંતા વધી.
પશ્ચિમ એશિયામાં યુદ્ધથી વૈશ્વિક ઉર્જા સંકટ, હોર્મુઝ સ્ટ્રેટને લઈને પેન્ટાગોનનો ખુલાસો: ઈરાને સી-માઈન્સ બિછાવી છે. યુદ્ધ પછી પણ તેને સાફ કરવામાં 6 મહિના લાગશે. ઈરાન આ માર્ગ બંધ રાખવા માંગે છે, જેથી અમેરિકા સાથે સોદાબાજી કરી શકે. આનાથી ભારતની ચિંતા વધી છે.
હોર્મુઝમાં નવું સંકટ: યુદ્ધ પછી પણ 6 મહિના સુધી ખતરો, ભારતની ચિંતા વધી.
ખાડી યુદ્ધની અસર: ઈરાને હોર્મુઝમાં મુન્દ્રા આવતા લાઈબેરિયાના જહાજને કબજે કર્યું.
પશ્ચિમ એશિયાના તણાવથી કચ્છના દરિયાઈ વેપારને અસર થઈ. IRGCએ હોર્મુઝ સ્ટ્રેટમાં ‘એપામિનોડેસ’ જહાજને કબજે કર્યું, જે મુન્દ્રા પોર્ટ આવવાનું હતું. લાઈબેરિયાના ફ્લેગવાળા જહાજને ઈરાને પરવાનગી વગર હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાના આરોપસર જપ્ત કર્યું. ઈઝરાયલ સાથે કનેક્શન ધરાવતું ‘ફ્રાન્સેસ્કા’ જહાજ પણ જપ્ત થયું, ‘યૂફોરિયા’ પર હુમલો થયો. આ ઘટનાથી મુન્દ્રા પોર્ટના વેપારને મોટી અસર થશે.
ખાડી યુદ્ધની અસર: ઈરાને હોર્મુઝમાં મુન્દ્રા આવતા લાઈબેરિયાના જહાજને કબજે કર્યું.
ટિમ કૂકની સંવેદના: આ વિદાય નહીં, પણ Apple માં પરિવર્તનની ક્ષણ છે.
Apple ના CEO ટિમ કૂકનું રાજીનામું અને જોન ટેર્નસના આગમનથી સંવેદનશીલ ક્ષણ સર્જાઈ છે. એપલના ચીનમાં 50 સ્ટોર્સ અને વિશ્વભરમાં 200 નવા સ્ટોર્સ બનશે. વિદાયપત્રમાં 'મેં-મારું' અભિમાન નથી. ભારતમાં કંપનીઓ નફો કરે છે, પણ ટોચના લોકોને ભવ્ય વિદાય નથી મળતી, આથી Apple ની વિદાય ખાસ છે.
ટિમ કૂકની સંવેદના: આ વિદાય નહીં, પણ Apple માં પરિવર્તનની ક્ષણ છે.
રોબોટને લોહી નીકળતું નથી: યુક્રેને UGV વાપરી યુદ્ધના મેદાનની પરિભાષા બદલી.
યુક્રેને UGV રોબોટ દ્વારા પાયદળ વિના દુશ્મન વિસ્તાર જીત્યો, સૈનિકોની જાનહાનિ નિવારી. તેમણે ડ્રોન અને રોબોટ દ્વારા ૨૨,૦૦૦થી વધુ મિશન પાર પાડ્યા. યુક્રેને સૈનિકોને ટ્રેનિંગ આપીને અનમેન્ડ ગ્રાઉન્ડ વેહિકલ્સ રોબોટ-યુએવીનો ઉપયોગ કર્યો, જે છેલ્લા ચાર વર્ષથી રશિયા સામે અસરકારક સાબિત થયા છે. આનાથી યુદ્ધના મેદાનની પરિભાષા બદલાઈ ગઈ છે.
રોબોટને લોહી નીકળતું નથી: યુક્રેને UGV વાપરી યુદ્ધના મેદાનની પરિભાષા બદલી.
ગુજરાતીઓ વાંચે છે; સંસ્થાએ મોબાઈલ યુગમાં પણ રૂ.1.44 કરોડના પુસ્તકો વેચ્યા.
આજના ડિજિટલ યુગમાં વાંચન ઘટ્યું હોવા છતાં, ભુજની સંસ્થાએ ડિસ્કાઉન્ટથી પુસ્તકો મેળવી વેચ્યા. ગત વર્ષે રૂ.1.44 કરોડના જ્ઞાનવર્ધક પુસ્તકો વેચી વાંચન સંસ્કૃતિને જીવંત રાખી. સહજાનંદ રૂરલ ડેવલોપમેન્ટ ટ્રસ્ટ સંચાલિત બુકસ્ટોલ પર તમામ વયના વાચકો માટે પુસ્તકો ઉપલબ્ધ છે, જે ગુજરાતમાં કુરિયરથી મોકલાય છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓને કારણે યુવાનોમાં પુસ્તકોનો વપરાશ વધ્યો છે.
ગુજરાતીઓ વાંચે છે; સંસ્થાએ મોબાઈલ યુગમાં પણ રૂ.1.44 કરોડના પુસ્તકો વેચ્યા.
C/2025 R3 (પાનસ્ટાર્સ) ધૂમકેતુ 1.70 લાખ વર્ષ પછી પૃથ્વી નજીક ફરી આવી રહ્યો છે.
C/2025 R3 (PANSTARRS) નામનો ધૂમકેતુ, જેની પૂંછડી લીલા-ભૂરા રંગની છે, 1,70,000 વર્ષ બાદ પૃથ્વીની નજીક આવી રહ્યો છે. આ ધૂમકેતુ માનવજાત માટે એક અદ્ભુત અવકાશી આશ્ચર્ય છે. ભૂતકાળમાં જ્યારે તે નજીક હતો ત્યારે પૃથ્વી પર હિમયુગ હતો અને માનવી ગુફાઓમાં રહેતો હતો. આ ખગોળીય ઘટના ભાગ્યે જ જોવા મળે છે.
C/2025 R3 (પાનસ્ટાર્સ) ધૂમકેતુ 1.70 લાખ વર્ષ પછી પૃથ્વી નજીક ફરી આવી રહ્યો છે.
હોર્મુઝમાં તંગદિલી: ઇરાનનો ભારતીય જહાજ પર ગોળીબાર અને કબજો, ટ્રમ્પનું યુદ્ધવિરામ લંબાવાયું.
હોર્મુઝમાં તણાવ વધ્યો, ઇરાને ભારતીય જહાજ પર ગોળીબાર કરી કબજો કર્યો. Trump એ યુદ્ધવિરામ લંબાવ્યો પણ નાકાબંધી યથાવત્ છે. ઈરાની નૌકાદળે ત્રણ જહાજ પર ગોળીબાર કર્યો, જેમાં ભારતનું જહાજ મુંદ્રા બંદરે આવી રહ્યું હતું. અમેરિકા સાથે મંત્રણા કરવાનો ઇરાનનો ઇનકાર, હોર્મુઝમાં 13 ભારતીય જહાજ ફસાયા છે, ગયા સપ્તાહે પણ હુમલો થયો હતો.
હોર્મુઝમાં તંગદિલી: ઇરાનનો ભારતીય જહાજ પર ગોળીબાર અને કબજો, ટ્રમ્પનું યુદ્ધવિરામ લંબાવાયું.
વિશ્વ પુસ્તક દિવસ: ધરમપુરના ઇલ્યાસભાઈએ લંડનમાં 625 પુસ્તકોની લાઇબ્રેરી બનાવી ગુજરાતી સાહિત્યને જીવંત રાખ્યું.
વિશ્વ પુસ્તક દિવસે, ધરમપુરના વતની અને લંડનમાં સ્થાયી થયેલા ઇલ્યાસ ધરમપુરીએ પોતાના ઘરે કવિતાના 625 પુસ્તકોની પર્સનલ LIBRARY બનાવી છે. તેઓ ગુજરાતી સાહિત્યને સાચવી રહ્યા છે. મરીઝ, શયદા જેવા અનેક કવિઓના દુર્લભ સંગ્રહો છે. તેઓ લંડનના ગુજરાતીઓને પુસ્તકો વાંચવા આપે છે. તેઓ નવી પેઢીને માતૃભાષા સાથે જોડી રાખવા માટે લંડનની LIBRARYઓમાં પુસ્તકો ભેટ આપે છે.
વિશ્વ પુસ્તક દિવસ: ધરમપુરના ઇલ્યાસભાઈએ લંડનમાં 625 પુસ્તકોની લાઇબ્રેરી બનાવી ગુજરાતી સાહિત્યને જીવંત રાખ્યું.
જાપાનની J-Slab ટેક્નોલોજીથી બુલેટ ટ્રેનના ટ્રેક મિલિમીટરની ચોકસાઈથી પથરાશે.
બુલેટ ટ્રેન માટે ભારતમાં પ્રથમ વખત શિંકાનસેન ટેકનોલોજી આધારિત J-Slab બેલેસ્ટલેસ ટ્રેક સિસ્ટમનો ઉપયોગ થઈ રહ્યો છે. ગુજરાતમાં 185 કિમીના રૂટ પર આરસી ટ્રેક બેડ તૈયાર છે. લાખો ટ્રેક સ્લેબની જરૂરિયાત માટે કીમ અને આણંદમાં TSMF શરૂ કરાઈ છે. અત્યાર સુધીમાં 188 કિમીના રૂટ જેટલા સ્લેબ બન્યા છે, જે કન્સ્ટ્રક્શન બેઝ પર પહોંચાડાય છે, અને અમદાવાદ-સુરત વચ્ચે પાટા નાખવાની કામગીરી ચાલી રહી છે.
જાપાનની J-Slab ટેક્નોલોજીથી બુલેટ ટ્રેનના ટ્રેક મિલિમીટરની ચોકસાઈથી પથરાશે.
હોર્મુઝ સ્ટ્રેટમાં હાઈ ટેન્શન: ત્રણ કોમર્શિયલ જહાજો પર અંધાધૂંધ ગોળીબાર
હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાની જળસીમા પાસે ત્રણ અલગ-અલગ વેપારી જહાજો પર ગોળીબારની ઘટના સામે આવી છે. રોયટર્સના રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આ હુમલાઓ છતાં ક્રૂના કોઈપણ સભ્યને ઈજા થઈ હોવાના સમાચાર નથી અને તમામ સુરક્ષિત છે. રાહતની વાત એ છે કે જહાજોમાં આગ લાગવાની કે કોઈપણ પ્રકારના પર્યાવરણીય નુકસાનના અહેવાલ મળ્યા નથી. એક જહાજે રિપોર્ટ આપ્યો છે કે ફાયરિંગ પહેલા એક IRGC (ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ) ગનબોટ તેની ખૂબ નજીક આવી ગઈ હતી.
હોર્મુઝ સ્ટ્રેટમાં હાઈ ટેન્શન: ત્રણ કોમર્શિયલ જહાજો પર અંધાધૂંધ ગોળીબાર
નેપાળમાં PM બાલેન શાહની સરકારને મોટો ફટકો, 26 દિવસમાં જ ગૃહ મંત્રીનું રાજીનામું
નેપાળના રાજકારણમાં એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે. નેપાળના ગૃહ મંત્રી સુધન ગુરુંગે ભારે વિવાદો અને ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે બુધવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આશ્ચર્યની વાત એ છે કે તેઓ માત્ર 26 દિવસ પહેલા જ મંત્રી પદ પર નિયુક્ત થયા હતા. ટૂંકા ગાળામાં જ તેમને ગંભીર આરોપોને કારણે સત્તા છોડવાની ફરજ પડી છે, જેને વડાપ્રધાન બાલેન શાહની સરકાર માટે મોટો આંચકો માનવામાં આવે છે. સુધન ગુરુંગ પર વિવાદાસ્પદ ઉદ્યોગપતિ દીપક ભટ્ટ સાથે વ્યાપારી ભાગીદારી હોવાના અને માઈક્રો ઈન્સ્યોરન્સ કંપનીઓમાં શંકાસ્પદ રોકાણ કરવાના ગંભીર આરોપો લાગ્યા હતા.
નેપાળમાં PM બાલેન શાહની સરકારને મોટો ફટકો, 26 દિવસમાં જ ગૃહ મંત્રીનું રાજીનામું
અમેરિકામાં વિવાદ! ઈરાન મામલે પેન્ટાગોનના રિપોર્ટે ઈરાન અંગે ટ્રમ્પના દાવાની હવા કાઢી નાંખી
અમેરિકા અને ઈરાન વચ્ચેના વધતા તણાવ વચ્ચે પેન્ટાગોનના એક ન્યૂઝ રિપોર્ટે આંતરરાષ્ટ્રીય સ્તરે નવો વિવાદ છેડ્યો છે. અમેરિકન રક્ષા વિભાગ(પેન્ટાગોન)ની ગુપ્તચર શાખાના અહેવાલ મુજબ, ઈરાનની સૈન્ય ક્ષમતા હજુ પણ મજબૂત છે. આ રિપોર્ટ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને સંરક્ષણમંત્રી પીટ હેગસેથના એ દાવાઓથી તદ્દન વિપરીત છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે તાજેતરના સંઘર્ષોમાં ઈરાની સેનાને ભારે નુકસાન થયું છે અને તેની તાકાત નબળી પડી છે. આ આંતરિક આકલન બહાર આવ્યા બાદ ટ્રમ્પ અને હેગસેથના નિવેદનો પર સવાલો ઉભા થઈ રહ્યા છે.
અમેરિકામાં વિવાદ! ઈરાન મામલે પેન્ટાગોનના રિપોર્ટે ઈરાન અંગે ટ્રમ્પના દાવાની હવા કાઢી નાંખી
NASAએ સ્પેસ સ્ટેશનના કમ્પ્યુટર્સ બદલી નાખ્યા
NASA દ્વારા સંચાલિત International Space Station (ISS) પર કાર્યરત Expedition 74ના ક્રૂ માટે હવે નવી ટેક્નોલોજી સાથેનું મોટું અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે. ગયા અઠવાડિયે નાસાએ જાહેરાત કરી હતી કે તેમણે ISS માટેની અપગ્રેડ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. પ્રથમ તબક્કામાં નેટવર્ક સર્વર્સને બદલવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ નવા તથા વધુ શક્તિશાળી લેપટોપ્સને સક્રિય કરવામાં આવશે. ISS પ્રોગ્રામે આગામી લેપટોપ તરીકે HP ZBook G9 Mobile Workstation પસંદ કર્યું છે.
NASAએ સ્પેસ સ્ટેશનના કમ્પ્યુટર્સ બદલી નાખ્યા
અમેરિકાએ ઝટકો આપતા ભારતનો પ્લાન-B એક્ટિવ!
વૈશ્વિક પડકારો વચ્ચે પણ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ભારતની દરિયાઈ ખાદ્ય નિકાસ ₹૭૨,૩૨૫.૮૨ કરોડની ઐતિહાસિક સપાટીએ પહોંચી છે. અમેરિકામાં ટેરિફ સમસ્યાઓને કારણે નિકાસ ઘટવા છતાં ચીન અને અન્ય દેશોની વધતી માંગે આ ખોટ સરભર કરી છે. કુલ ૧૯.૩૨ લાખ મેટ્રિક ટન નિકાસમાં ‘ફ્રોઝન ઝીંગા’ મુખ્ય હિસ્સો ધરાવે છે, જેણે ₹૪૭,૯૭૩.૧૩ કરોડની કમાણી કરાવી છે. ભારતનું સી-ફૂડ માર્કેટ નવા દેશોમાં વિસ્તરતા નિકાસના જથ્થામાં નોંધપાત્ર વધારો થયો છે, જે દેશની આર્થિક પ્રગતિમાં મહત્વનું યોગદાન આપી રહ્યો છે.
અમેરિકાએ ઝટકો આપતા ભારતનો પ્લાન-B એક્ટિવ!
US-ઈરાન યુદ્ધની અસર: લુફ્થાન્સા એરલાઇન્સે 20,000 ફ્લાઇટ્સ રદ કરી.
ઈરાન સાથેના યુદ્ધના પ્રારંભ બાદ જેટ ફ્યુઅલ એટલે કે વિમાનના ઇંધણના ભાવમાં બમણો વધારો થતાં યુરોપના સૌથી મોટા એરલાઇન ગ્રુપ લુફ્થાન્સાએ મોટો કાપ મૂકવાની જાહેરાત કરી છે. કંપનીએ તેના ઉનાળુ શિડ્યુલમાંથી આશરે 20,000 જેટલી ટૂંકા અંતરની ફ્લાઇટ્સ રદ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ આર્થિક રીતે નુકસાનકારક ફ્લાઇટ્સ બંધ કરવાથી લગભગ 40,000 ટન ઇંધણની બચત થશે.
US-ઈરાન યુદ્ધની અસર: લુફ્થાન્સા એરલાઇન્સે 20,000 ફ્લાઇટ્સ રદ કરી.
'ઈરાન પતનના આરે, સેનાને પગાર આપવાના પણ પૈસા નથી' ટ્રમ્પનો ઇરાન પર મોટો દાવો
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે કડક આર્થિક પ્રતિબંધો અને દરિયાઈ નાકાબંધીને કારણે ઈરાન કંગાળ થવાના આરે છે, તેની પાસે સૈન્યને પગાર ચૂકવવાના પણ નાણાં નથી. પ્રતિબંધોને લીધે ઈરાનને રોજના 500 મિલિયન ડોલરનું નુકસાન થઈ રહ્યું છે, ખાસ કરીને ખાર્ગ ટાપુ પરથી થતી તેલ નિકાસ ઠપ્પ થઈ છે. જોકે, પાકિસ્તાનની મધ્યસ્થી અને વાટાઘાટોને તક આપવા ટ્રમ્પે અસ્થાયી યુદ્ધવિરામ લંબાવ્યો છે. અમેરિકા હવે આર્થિક ઘેરાબંધી મજબૂત કરી ઈરાન પર દબાણ વધારી રહ્યું છે.
'ઈરાન પતનના આરે, સેનાને પગાર આપવાના પણ પૈસા નથી' ટ્રમ્પનો ઇરાન પર મોટો દાવો
અમદાવાદ: પત્ની અને દીકરી ગુમાવનાર ગુજરાતીને Britain છોડવાનો આદેશ.
અમદાવાદ પ્લેન ક્રેશમાં પત્ની-દીકરી ગુમાવનાર વડોદરાના યુવકને British સરકારે દેશ છોડવાનો આદેશ આપ્યો છે. સ્પાઉસ વિઝા પર ગયેલા મહંમદ શેઠવાલાના વિઝા રદ થતા FLR અરજી નામંજૂર થઈ. સરકારે જણાવ્યું કે તેમનો પરિવાર ભારતમાં છે, તેથી વસવાટમાં મુશ્કેલી નહીં પડે. આ નિર્ણયની ટીકા થઈ રહી છે, કાર્યકરોએ ગૃહ મંત્રાલયને ક્રૂર ગણાવ્યું. હવે યુવક British સરકાર સામે કાયદાકીય લડત લડશે.
અમદાવાદ: પત્ની અને દીકરી ગુમાવનાર ગુજરાતીને Britain છોડવાનો આદેશ.
પેટ્રોલ ભૂલી જાઓ! 85 ટકા ઈથેનોલથી દોડશે ગાડીઓ
પશ્ચિમ એશિયામાં વધી રહેલા યુદ્ધના તણાવ અને ઓઇલના આસમાને પહોંચેલા ભાવ વચ્ચે ભારતે ઈંધણના ક્ષેત્રમાં એક મોટો અને ક્રાંતિકારી નિર્ણય લેવાની તૈયારી કરી લીધી છે. અત્યાર સુધી દેશમાં 20% ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ(E20)ની ચર્ચા થતી હતી, પરંતુ હવે સરકાર સીધું E85 ફ્યુલ લાવવાનો ડ્રાફ્ટ તૈયાર કરી રહી છે. આ નવા બદલાવનો અર્થ એ છે કે હવે ગાડીઓમાં પેટ્રોલ ઓછું અને ઈથેનોલનું પ્રમાણ વધારે હશે. અહેવાલો મુજબ, સરકાર ટૂંક સમયમાં E85 ફ્યુલ અંગેના નિયમો જાહેર કરી શકે છે, જેના પર આંતરિક સંમતિ બની ચૂકી છે અને પ્રાથમિક ટેસ્ટિંગ પણ સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું છે.
પેટ્રોલ ભૂલી જાઓ! 85 ટકા ઈથેનોલથી દોડશે ગાડીઓ
અમેરિકાએ બંગાળની ખાડીમાં વધુ એક ઈરાની ઓઈલ ટેન્કર કબજે કર્યું.
US સૈન્યએ બંગાળની ખાડીમાં ઈરાન સાથે જોડાયેલ ઓઈલ ટેન્કર 'એમ/ટી ટિફાની'ને કબજે કરતા દરિયાઈ વિસ્તારોમાં તણાવ વધ્યો છે. શાંતિ વાટાઘાટો અને યુદ્ધવિરામ વચ્ચે અમેરિકાનું આ બીજું મોટું પગલું છે, જેના કારણે પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વ એશિયામાં યુદ્ધના વાદળો ઘેરાયા છે. ઈરાને આ કાર્યવાહીને "રાજ્ય-પ્રાયોજિત ચાંચિયાગીરી" ગણાવી આંતરરાષ્ટ્રીય સ્તરે સખત વિરોધ નોંધાવ્યો છે અને જડબાતોડ જવાબ આપવાની ચેતવણી આપી છે. આ ઘટનાએ વૈશ્વિક શાંતિના પ્રયાસોને ફરી એકવાર જોખમમાં મૂક્યા છે.
અમેરિકાએ બંગાળની ખાડીમાં વધુ એક ઈરાની ઓઈલ ટેન્કર કબજે કર્યું.
અમેરિકા છોડવા માંગે છે 40% ભારતીયો, કાર્નેગી સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
કાર્નેગી એન્ડોમેન્ટના ૨૦૨૬ના સર્વે મુજબ, દર ૧૦માંથી ૪ ભારતીય-અમેરિકનો હવે 'અમેરિકન ડ્રીમ' છોડી ભારત પરત આવવાનું વિચારી રહ્યા છે. રાજકીય અસ્થિરતા, ગ્રીન કાર્ડ માટેની ૭૦ વર્ષ લાંબી પ્રતીક્ષા અને વધતી મોંઘવારી આ પરિવર્તન પાછળના મુખ્ય કારણો છે. ખાસ કરીને ટ્રમ્પ વહીવટીતંત્રની નીતિઓથી ૭૧% ભારતીયો અસંતુષ્ટ છે. બીજી તરફ, ભારતની મજબૂત અર્થવ્યવસ્થા અને ટેક હબ્સ આકર્ષણનું કેન્દ્ર બનતા હવે ‘રિવર્સ માઈગ્રેશન’નો ટ્રેન્ડ તેજ બન્યો છે, જે અમેરિકા માટે ચિંતાનો વિષય છે.