અમેરિકાએ  બંગાળની ખાડીમાં વધુ એક ઈરાની ઓઈલ ટેન્કર કબજે કર્યું.
અમેરિકાએ બંગાળની ખાડીમાં વધુ એક ઈરાની ઓઈલ ટેન્કર કબજે કર્યું.
Published on: 22nd April, 2026

US સૈન્યએ બંગાળની ખાડીમાં ઈરાન સાથે જોડાયેલ ઓઈલ ટેન્કર 'એમ/ટી ટિફાની'ને કબજે કરતા દરિયાઈ વિસ્તારોમાં તણાવ વધ્યો છે. શાંતિ વાટાઘાટો અને યુદ્ધવિરામ વચ્ચે અમેરિકાનું આ બીજું મોટું પગલું છે, જેના કારણે પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વ એશિયામાં યુદ્ધના વાદળો ઘેરાયા છે. ઈરાને આ કાર્યવાહીને "રાજ્ય-પ્રાયોજિત ચાંચિયાગીરી" ગણાવી આંતરરાષ્ટ્રીય સ્તરે સખત વિરોધ નોંધાવ્યો છે અને જડબાતોડ જવાબ આપવાની ચેતવણી આપી છે. આ ઘટનાએ વૈશ્વિક શાંતિના પ્રયાસોને ફરી એકવાર જોખમમાં મૂક્યા છે.