ટ્રમ્પનો બફાટ: ભારત-ચીનને ગણાવ્યા 'નરક', શું ભારતીયો માટે નોકરીઓ જોખમમાં છે?
ટ્રમ્પનો બફાટ: ભારત-ચીનને ગણાવ્યા 'નરક', શું ભારતીયો માટે નોકરીઓ જોખમમાં છે?
Published on: 23rd April, 2026

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક લાંબો અને આક્રમક પત્ર પોસ્ટ કરીને અમેરિકામાં વસતા ઇમિગ્રન્ટ્સ અને ભારત-ચીન જેવા દેશો પર આકરા પ્રહારો કર્યા છે. ટ્રમ્પે અમેરિકાની બર્થરાઈટ સિટિઝનશિપ (જન્મના આધારે નાગરિકતા) ની નીતિની આકરી ટીકા કરતા ભારત અને ચીન માટે હેલહોલ જેવા શબ્દો વાપર્યા છે. ટ્રમ્પે પોતાના પત્રમાં લખ્યું છે કે, "અહીં જન્મેલું બાળક તરત જ અમેરિકાનું નાગરિક બની જાય છે અને પછી તેઓ ચીન, ભારત કે પૃથ્વી પરના અન્ય કોઈ 'નરક' માંથી તેમના આખા પરિવારને અહીં બોલાવી લે છે."