હોર્મુઝને લઈને ટ્રમ્પનો નવો આદેશ, કહ્યું- 'ખાડીમાં માઈન્સ બિછાવતી તમામ બોટ્સને જોતા જ ઉડાવી દો'
હોર્મુઝને લઈને ટ્રમ્પનો નવો આદેશ, કહ્યું- 'ખાડીમાં માઈન્સ બિછાવતી તમામ બોટ્સને જોતા જ ઉડાવી દો'
Published on: 23rd April, 2026

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે મોટું અને કડક પગલું ભરતા અમેરિકન સેનાને આદેશ આપ્યો છે કે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'માં દરિયાઈ સુરંગો (માઈન્સ) બિછાવનારી કોઈપણ ઈરાની નાની બોટને 'દેખતા વેંત જ ઠાર કરવામાં આવે.' ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા કહ્યું, 'મેં અમેરિકન નૌસેનાને આદેશ આપ્યો છે કે જે પણ બોટ, ભલે તે નાની કેમ ન હોય, હોર્મુઝ સ્ટ્રેટના પાણીમાં દરિયાઈ સુરંગો બિછાવતી જોવા મળે, તેને તાત્કાલિક નિશાન બનાવવામાં આવે. તેમાં કોઈપણ પ્રકારનો સંકોચ રાખવો જોઈએ નહીં.'