બાપુની માનસ મુકુરાષ્ટક રામકથામાં માનવ મહેરામણ ઉમટ્યું.
બાપુની માનસ મુકુરાષ્ટક રામકથામાં માનવ મહેરામણ ઉમટ્યું.
Published on: 24th March, 2026

કચ્છના માધાપર ખાતે બાપુની રામકથાના ત્રીજા દિવસે મોટી સંખ્યામાં શ્રોતા રામાયણનું રસપાન કરવા ઉમટ્યા હતા. યજમાન ધીરેશ મનજી દબાસિયા પરિવારે આયોજિત રામકથામાં બાપુએ સનાતન ધર્મ પર ભાર મૂક્યો હતો. 150 જેટલા પોલીસ કર્મીઓ અને ગામના સેવકો સેવા પૂરી પાડી રહ્યા છે. કથામાં મહામંડલેશ્વર જાનકીદાસ બાપુ સહીતના આગેવાનો હાજર રહ્યા હતા. બાપુએ 25 કરોડના ખર્ચે નિર્માણાધિન રઘુનાથજી મંદિરની મુલાકાત લીધી હતી અને શુભકામનાઓ પાઠવી હતી.