ગીર વન વિભાગનો 'માસ્ટર સ્ટ્રોક': 400 હેક્ટરમાંથી કુવાડિયાનો સફાયો, કુદરતી ઘાસ ઉગાડી તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધી.
ગીર વન વિભાગનો 'માસ્ટર સ્ટ્રોક': 400 હેક્ટરમાંથી કુવાડિયાનો સફાયો, કુદરતી ઘાસ ઉગાડી તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધી.
Published on: 24th March, 2026

ગીરના જંગલોમાં કુવાડિયાના આક્રમણને દૂર કરવા માટે વન વિભાગે 400 હેક્ટરમાં કુદરતી ઘાસ ઉગાડ્યું. પરિણામે તૃણાહારી પ્રાણીઓની સંખ્યામાં વધારો થયો છે, અને ખોરવાયેલી આહાર શૃંખલા ફરી જીવંત થઈ છે. આ પ્રોજેક્ટથી માલધારીઓને પણ ફાયદો થયો છે, કારણ કે તેઓને તેમના પશુઓ માટે નેસની આસપાસ જ ઉત્તમ ઘાસ ઉપલબ્ધ છે. DCF પ્રશાંત તોમરના જણાવ્યા અનુસાર આ અભિયાનથી ગીરનો વન વૈભવ વધુ સમૃદ્ધ બનશે.