વડોદરાના કરજણ પોલીસ દ્વારા રથયાત્રાની સુરક્ષા માટે સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું
વડોદરાના કરજણ પોલીસ દ્વારા રથયાત્રાની સુરક્ષા માટે સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું
Published on: 15th July, 2026

કરજણ શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે કરજણ પોલીસ દ્વારા નગરના મુખ્ય માર્ગો પર સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું. PI બી. એમ. પટેલના નેતૃત્વ હેઠળ પોલીસ ટીમે વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી. પોલીસે વેપારીઓ અને નાગરિકો સાથે સંવાદ સાધી કાયદો-વ્યવસ્થા જાળવવા અને શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક જાણ કરવા અપીલ કરી. સમગ્ર યાત્રામાર્ગ પર પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવશે.