થાન PGVCLમાં અરજદારની હાલાકી: વીડિયો ઉતારવા કર્મચારીનો ઉદ્ધત જવાબ
થાન PGVCLમાં અરજદારની હાલાકી: વીડિયો ઉતારવા કર્મચારીનો ઉદ્ધત જવાબ
Published on: 15th July, 2026

સુરેન્દ્રનગરના થાનગઢ PGVCL કચેરીમાં વીજ જોડાણ અને અન્ય કામો માટે આવતા ગ્રાહકોને ફોર્મ ચકાસણી અને સહી-સિક્કા માટે કલાકો સુધી ભારે હાલાકી ભોગવવી પડે છે. કચેરીમાં દસ્તાવેજોના મોટા ખડકલા અને લાંબી લાઇનોને કારણે ગ્રાહકો પરેશાન થાય છે. એક અરજદારે આ વિલંબની મુદ્દે કર્મચારીનું ધ્યાન દોર્યું ત્યારે કર્મચારીએ ઉદ્ધતાઈભર્યો જવાબ આપ્યો કે "ક્યાં ફેર પડે છે, ઉતારી લો વીડિયો!". આ વર્તનથી ગ્રાહકોમાં રોષ ફેલાયો છે. ઇન્ચાર્જ એન્જિનિયર એમ.બી. જાદવે જણાવ્યું કે, સિટી અને ગ્રામ્ય ઓફિસો અલગ કરવાની કામગીરી ચાલી રહી છે, જે 3-4 દિવસમાં પૂર્ણ થતાં ગ્રાહકોની હાલાકી દૂર થશે.