પક્ષી અભયારણ્ય પાસેનો વોક-વે તંત્રની ઉપેક્ષાથી બિસ્માર
પક્ષી અભયારણ્ય પાસેનો વોક-વે તંત્રની ઉપેક્ષાથી બિસ્માર
Published on: 26th July, 2026

પોરબંદરના નગરજનો માટે આહલાદક વાતાવરણ પૂરું પાડતો પક્ષી અભયારણ્ય પાસેનો વોક-વે તંત્રની બેદરકારીને કારણે બિસ્માર બન્યો છે. લોકો અહીં વોકિંગ અને કસરત માટે આવે છે, પરંતુ જાળવણીના અભાવે સ્થળની રોનક ગઈ છે. તૂટેલી ફેન્સિંગને કારણે રખડતા પશુઓ અને શ્વાન વોક-વેમાં પ્રવેશી પક્ષીઓને ભગાડે છે અને મુલાકાતીઓને તકલીફ પડે છે. સ્ટ્રીટ લાઈટો અને રેલિંગ પણ તૂટેલી છે, સાથે કચરો ફેલાયેલો રહે છે. તાત્કાલિક સમારકામની જરૂર છે.