કચરાવાલા એજન્સી પર રૂ. 5 હજારનો નજીવો દંડ
કચરાવાલા એજન્સી પર રૂ. 5 હજારનો નજીવો દંડ
Published on: 15th July, 2026

જુનાગઢ શહેરમાં સ્વચ્છતા જાળવવા ચાલતી ઝુંબેશ દરમિયાન, એક કચરાવાળા એજન્સીનું ટ્રેક્ટર એમ.જી. રોડ પરથી પસાર થતાં કચરો જાહેર માર્ગ પર ફેલાયો. આ બેદરકારી બદલ તંત્રે એજન્સીને રૂ. 5,000નો દંડ ફટકાર્યો. જોકે, મહિનાનું દોઢ કરોડનું બિલ ધરાવતી એજન્સી સામે આ દંડની રકમ અત્યંત નજીવી ગણાઈ રહી છે. મુખ્ય માર્ગ પર કચરો ફેલાવવા જેવી ગંભીર બેદરકારી બદલ આટલો ઓછો દંડ ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન થવાની શક્યતા વધારે છે. સ્થાનિકો આવી ઘટનાઓમાં કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે.