સૌરાષ્ટ્રનો પ્રખ્યાત સળગતી ઈંઢોણી રાસ: રાજકોટની બાળાઓ માથે સળગતી ઈંઢોણી અને મશાલ સાથે રાસ રમશે.
Published on: 10th September, 2025
રાજકોટમાં નવરાત્રીની તૈયારી રૂપે મવડી વિસ્તારમાં અનોખો સળગતી ઈંઢોણી રાસ તૈયાર થઈ રહ્યો છે. જેમાં 6 બાળાઓ માથે સળગતી ઈંઢોણી અને હાથમાં મશાલ સાથે રાસ લેશે. પ્રેક્ટિસના દ્રશ્યો ભક્તિમય છે, જાણે નવદુર્ગા સાક્ષાત રમી રહ્યા હોય. બાળાઓ શક્તિની ભક્તિમાં લીન થવા આતુર છે. 18 વર્ષથી શ્રી બજરંગ ગરબી મંડળ નિઃશુલ્ક આયોજન કરે છે, જ્યાં હજારો ભાવિકો ગરબે ઘૂમે છે. આ રાસમાં 6 બાળાઓ 20 મિનિટ સુધી આગને ધારણ કરે છે.

Published on: September 10, 2025