સુરતમાં મેઘરાજાની ધમાકેદાર વાપસી
સુરતમાં મેઘરાજાની ધમાકેદાર વાપસી
Published on: 13th September, 2026

સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદની ગેરહાજરીને કારણે અસહ્ય ગરમી અને બફાતનો અનુભવ થઈ રહ્યો હતો. જોકે, મેઘરાજાએ ધમાકેદાર વાપસી કરી છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેનાથી લોકોને ગરમી અને બફાતમાંથી મોટી રાહત મળી છે. આહલાદક ઠંડક છવાઈ ગઈ છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે 'ઓરેન્જ એલર્ટ' (Orange Alert) જાહેર કર્યું છે, જેમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 15મી સપ્ટેમ્બર સુધી વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે, તેથી તંત્ર એલર્ટ મોડ પર છે.