પોરબંદરના અસ્માવતી બારામાં રેતી-કાદવનો ભરાવો
પોરબંદરના અસ્માવતી બારામાં રેતી-કાદવનો ભરાવો
Published on: 26th July, 2026

પોરબંદરના મુખ્ય પ્રવેશદ્વાર અસ્માવતી બારામાં ભારે રેતી, પથ્થરો અને કાદવ જમા થતાં પાણીની ઊંડાઈ ઘટી છે. 15 ઓગસ્ટથી માછીમારી સીઝન શરૂ થતાં હજારો માછીમારોની રોજીરોટી અને બોટોની સુરક્ષા સામે મોટો ખતરો છે. તાત્કાલિક ડ્રેજિંગની જરૂર છે, નહીંતર સિઝનની શરૂઆતમાં બોટોના નુકસાનથી માછીમારોને ભારે આર્થિક ફટકો પડશે. આ મુદ્દે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાને લોકદરબારમાં રજૂઆત કરવામાં આવી છે.