રાજકોટમાં AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક: ભૂલ કરશો તો 17 કેમેરા પકડશે, હવે RTOમાં પોલંપોલ નહીં ચાલે.
રાજકોટમાં AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક: ભૂલ કરશો તો 17 કેમેરા પકડશે, હવે RTOમાં પોલંપોલ નહીં ચાલે.
Published on: 16th February, 2026

રાજકોટ RTOમાં 80 લાખના ખર્ચે આધુનિક AI ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક તૈયાર થયો છે. જેમાં 17 કેમેરા, RFID સેન્સર અને અન્ડરગ્રાઉન્ડ સેન્સર છે. ટુ વ્હીલર અને ફોર વ્હીલરની ટેસ્ટ ચોકસાઈથી થશે. પાવર બેકઅપથી લાઈટ વગર પણ ટ્રેક ચાલુ રહેશે. RTO અધિકારીના જણાવ્યા મુજબ આ ટ્રેક માનવ હસ્તક્ષેપ રહિત છે, જેમાં વીડિયો જોઈ ટેસ્ટ આપી શકાશે. જુના ટ્રેકમાં મેન્ટેનન્સના અભાવે અને કેમેરાની ખામીને લીધે પડતી મુશ્કેલીઓનો અંત આવશે.