પંજાબના જલાલાબાદ પોલીસ સ્ટેશનમાં જોરદાર બ્લાસ્ટ
પંજાબના જલાલાબાદ પોલીસ સ્ટેશનમાં જોરદાર બ્લાસ્ટ
Published on: 13th September, 2026

પંજાબના ફાજિલ્કા જિલ્લાના જલાલાબાદ સ્થિત સિટી પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે થયેલા જોરદાર બ્લાસ્ટથી અફરાતફરી મચી ગઈ. આ બ્લાસ્ટના કારણે પોલીસ સ્ટેશન પરિસરમાં ઉભેલા 4-5 વાહનોના કાચ તૂટી ગયા. ઘટનાની જાણ થતાં SSP સહિત પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફોરેન્સિક ટીમે બ્લાસ્ટના કારણની તપાસ શરૂ કરી છે અને આસપાસના CCTV ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે. સાવચેતીના ભાગરૂપે પોલીસે ઘટનાસ્થળને સીલ કરી દીધું છે.