મંદિરમાં લોટી ચડાવવા બાબતે વૃદ્ધ દંપતી સાથે ઝઘડો અને મારપીટ
મંદિરમાં લોટી ચડાવવા બાબતે વૃદ્ધ દંપતી સાથે ઝઘડો અને મારપીટ
Published on: 14th September, 2026

રાજકોટમાં સોમેશ્વર મંદિરમાં લોટી ચડાવવાને લઈને થયેલા ઝઘડામાં એક વૃદ્ધ દંપતી પર હુમલો થયો હતો. ફરિયાદી બેચરભાઈ ઘોડાસરાના જણાવ્યા મુજબ, તેમના પત્ની જ્યારે મંદિરમાં જળાભિષેક કરવા ગયા ત્યારે નજીકના બાલુભાઈ સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ બાલુભાઈના પૌત્ર વેદાંત અને તેના પિતાએ વૃદ્ધ દંપતી પર PVC પાઈપ વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં વૃદ્ધ મહિલાને ઇજા પહોંચી હતી અને સારવાર બાદ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.