સાયબર ફ્રોડમાં હવે ઝીરો-ઈ-એફઆઈઆર ફરજિયાત
સાયબર ફ્રોડમાં હવે ઝીરો-ઈ-એફઆઈઆર ફરજિયાત
Published on: 14th September, 2026

રાજકોટમાં સાયબર ફ્રોડના કિસ્સાઓમાં હવે ઝીરો-ઈ-એફઆઈઆર ફરજિયાત કરાઈ છે. ભોગ બનનાર ૧૯૩૦ પર કોલ કરશે એટલે ઈ-એફઆઈઆર જનરેટ થશે અને સંબંધિત પોલીસ મથક પહોંચી જશે. ભોગ બનનાર ઈ-એફઆઈઆરના આધારે પોલીસ તપાસ કરાવી શકે છે, ભલે તે ફિઝીકલ એફઆઈઆર નોંધાવવા ન માંગતો હોય. અગાઉ આ સુવિધા વાહન અને મોબાઈલ ચોરી પૂરતી સીમિત હતી, પરંતુ હવે સાયબર ફ્રોડનો પણ સમાવેશ કરાયો છે. ડીજીપીના આદેશથી 1 સપ્ટેમ્બરથી આ નિયમ લાગુ થયો છે, જેમાં રૂ. 50,000 સુધીના ફ્રોડનો સમાવેશ થાય છે.