ભેજાબાજે પિતા-પુત્રના બેંક એકાઉન્ટમાંથી ૧.૯૯ લાખ રૂપિયાની છેતરપિંડી કરી
ભેજાબાજે પિતા-પુત્રના બેંક એકાઉન્ટમાંથી ૧.૯૯ લાખ રૂપિયાની છેતરપિંડી કરી
Published on: 14th September, 2026

વડોદરાના એક ફર્નિચર વેપારીના પિતાના જૂના મોબાઇલ નંબરનું સીમ કાર્ડ અન્ય કંપનીમાં પોર્ટેબલ કરાવી ભેજાબાજોએ તેમના અને તેમના પુત્રના બેંક એકાઉન્ટમાંથી કુલ ૧.૯૯ લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે જે.પી. રોડ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વેપારીની જાણ બહાર થયેલા આ ટ્રાન્ઝેક્શન અંગે સાયબર હેલ્પલાઇન પર જાણ કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.