PMના જન્મદિને શરૂ થયેલ 'નરેન્દ્ર પુસ્તકાલય'ને તાળું, પુસ્તકો ધૂળ ખાતા.
PMના જન્મદિને શરૂ થયેલ 'નરેન્દ્ર પુસ્તકાલય'ને તાળું, પુસ્તકો ધૂળ ખાતા.
Published on: 27th March, 2026

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું ‘નરેન્દ્ર પુસ્તકાલય’ તાળાબંધીમાં ધૂળ ખાઈ રહ્યું છે. PMના જન્મદિને શરૂ થયેલ આ લાઇબ્રેરીમાં 100 વર્ષ જૂનાં પુસ્તકો છે. વડોદરાની શિક્ષણ સમિતિમાં ડિજિટલ વિશ્વમાં જીવતા સત્તાધીશોને કારણે લાઇબ્રેરી બંધ થઈ ગઈ છે. જેમાં સયાજીરાવ ગાયકવાડ સમયના અનેક ઐતિહાસિક પુસ્તકો સચવાયેલા હતાં, જેમાં અનેક ભાષાના પુસ્તકો અને મહાન લેખકોનો સમાવેશ કરાયો હતો.