પોરબંદરમાં 5.85 લાખની વસ્તી, ફાયર બ્રિગેડ પાસે માત્ર 5 વાહન
પોરબંદરમાં 5.85 લાખની વસ્તી, ફાયર બ્રિગેડ પાસે માત્ર 5 વાહન
Published on: 26th July, 2026

પોરબંદર જિલ્લામાં 5.85 લાખની વસ્તી માટે ફાયર બ્રિગેડ પાસે આગ બુઝાવવા માટે માત્ર 5 વાહન અને રેસ્ક્યુ માટે માત્ર 1 વાહન ઉપલબ્ધ છે. 2,316 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા જિલ્લામાં, દર 386 ચોરસ કિલોમીટર દીઠ એક ફાયર વાહન છે, જે ઇમરજન્સીમાં ગંભીર જોખમ ઊભું કરી શકે છે. આ ઉપરાંત, ફાયર બ્રિગેડ વિભાગમાં 33% સ્ટાફની ઘટ છે. સરકાર દ્વારા જવાબદારી સોંપાઈ છે, પરંતુ જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવતી નથી. મોટી આગ અને ઇવેન્ટ્સ માટે બહારથી વાહનો બોલાવવા પડે છે.