દિશા સાલિયન કેસમાં ગેંગરેપ-હત્યા સહિત ગંભીર કલમો ઉમેરાઈ
દિશા સાલિયન કેસમાં ગેંગરેપ-હત્યા સહિત ગંભીર કલમો ઉમેરાઈ
Published on: 16th September, 2026

દિશા સાલિયનના મૃત્યુ કેસમાં મુંબઈ હાઈકોર્ટના આદેશ બાદ સીબીઆઈએ FIR નોંધી છે. આ FIRમાં ગેંગરેપ, હત્યા, પુરાવાનો નાશ સહિત IPCની ગંભીર કલમો ઉમેરાઈ છે. દિશાના પિતા સતીશ સાલિયનની ફરિયાદના આધારે નોંધાયેલી આ FIRમાં હાલ કોઈ આરોપી નથી, પરંતુ તપાસ દરમિયાન પુરાવા મળ્યે નામ ઉમેરાશે. સતીશ સાલિયને અનેક લોકો અને અધિકારીઓના નામ સાથે ઘટના સંબંધિત વિગતો સીબીઆઈને આપી છે. તેમને હવે આશા છે કે સત્ય બહાર આવશે અને દિશાને ન્યાય મળશે.