'હું ઔડાનો ડિરેક્ટર છું' કહી ગરીબોના ૧૯.૬૦ લાખ પડાવ્યા
'હું ઔડાનો ડિરેક્ટર છું' કહી ગરીબોના ૧૯.૬૦ લાખ પડાવ્યા
Published on: 16th September, 2026

ગુજરાતમાં નકલી સરકારી કર્મચારીઓ દ્વારા છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં રાજેશસિંહ રાઠોડ નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે. તેણે પોતાની ઓળખ ઔડા (AUDA) ના બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે આપી, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન અપાવવાની લાલચ આપી જયશ્રીબેન શર્મા અને તેમના ગ્રુપ પાસેથી કુલ રૂપિયા ૧૯.૬૦ લાખ પડાવી લીધા. રૂપિયા લીધા બાદ મકાન ન મળતાં અને આપેલા ચેક બાઉન્સ થતાં, ભોગ બનનારાઓએ તપાસ કરતાં જાણવા મળ્યું કે આરોપી ઔડા સાથે કોઈ જ સંબંધ ધરાવતો નથી.