જામનગર શહેરમાં જુગાર રમતા 8 ઝડપાયા
જામનગર શહેરમાં જુગાર રમતા 8 ઝડપાયા
Published on: 16th September, 2026

જામનગર શહેર અને જામજોધપુર પંથકમાં પોલીસે જુગારના બે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં કુલ 8 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે ત્રણ શખ્સો પોલીસને ચકમો આપી નાસી છૂટ્યા હતા. બંને દરોડા દરમિયાન પોલીસે કુલ રૂ.14,210 રોકડા અને ગંજીપત્તા કબજે કર્યા હતા. આ કાર્યવાહી જુગારધારા કલમ 12 હેઠળ કરવામાં આવી છે.