સુરતમાં તાપી નદી કિનારે પરિણીત પ્રેમીયુગલે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
સુરતમાં તાપી નદી કિનારે પરિણીત પ્રેમીયુગલે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
Published on: 16th September, 2026

સુરત શહેરમાં વધુ એક હૃદયદ્રાવક ઘટના બની છે, જ્યાં વરીયાવ બ્રિજ પાસે તાપી નદીના કિનારે એક પરિણીત પ્રેમીયુગલે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી. બંનેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન બંનેના મોત થયા. મૃતકોની ઓળખ પરેશ ચૌહાણ અને 29 વર્ષીય પરિણીતા તરીકે થઈ છે. બંને પરિણીત અને સંતાનવાળા હતા. પ્રાથમિક તપાસ મુજબ, પ્રેમ સંબંધ અને મનદુઃખના કારણે આ પગલું ભર્યું હોવાની આશંકા છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.