જામનગરમાં જૂની પૈસાની લેતીદેતી મામલે ટ્રકચાલક પર લાકડીઓ વડે જીવલેણ હુમલો
જામનગરમાં જૂની પૈસાની લેતીદેતી મામલે ટ્રકચાલક પર લાકડીઓ વડે જીવલેણ હુમલો
Published on: 16th September, 2026

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં જૂની પૈસાની લેતીદેતી બાબતે એક ટ્રકચાલક પર ચાર શખ્સોએ લાકડાના ધોકા અને ઢીકાપાટુનો ઉપયોગ કરી જીવલેણ હુમલો કર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી. આ અંગે ગુલાબનગર વિસ્તારના રહીમ ઉર્ફે નિંઢો ઇબ્રાહીમ ખીરા (ઉ.વ.40)એ સિટી-સી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે IPC કલમ 115(2), 351(2), 352, 54 તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ 135(1) મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.