ગૂગલ પરથી નંબર શોધી કસ્ટમર કેરનો સંપર્ક કરનારા સાવધાન
ગૂગલ પરથી નંબર શોધી કસ્ટમર કેરનો સંપર્ક કરનારા સાવધાન
Published on: 16th September, 2026

અમદાવાદમાં પશ્ચિમ રેલવેના ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ ગૂગલ પરથી શોધેલા કસ્ટમર કેર નંબર પર સંપર્ક કરતાં રૂ. 73 હજારની ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બન્યા છે. મીશો એપ્લિકેશન પર ઓર્ડર કરેલ ડ્રેસના રિફંડ માટે તેમણે ગૂગલ પરથી નંબર શોધી સંપર્ક કર્યો હતો. સાયબર ઠગે વોટ્સએપ પર APK ફાઈલ મોકલી ફોન હેક કરી લાખો રૂપિયા સેરવી લીધા હતા. ગઠિયાઓ ગૂગલ જેવા સર્ચ એન્જિન પર ફેક ટોલ-ફ્રી નંબરો મૂકી ગ્રાહકોને શિકાર બનાવી રહ્યા છે.