દારૂ પી તોફાન કરતા પતિ સામે પત્નીની પોલીસ ફરિયાદ
દારૂ પી તોફાન કરતા પતિ સામે પત્નીની પોલીસ ફરિયાદ
Published on: 16th September, 2026

જામનગર શહેરના ખેતીવાડી રાજીવનગર કોલોનીમાં દારૂ પીને તોફાન કરતા પતિ વિરુદ્ધ પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સિટી-સી ડિવિઝન પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. ફરિયાદી જયશ્રીબેને પોલીસને જણાવ્યું કે તેમના પતિ ખીમજીભાઈ દારૂ પીધેલી હાલતમાં તોફાન કરતા હોવાથી તેમણે 112 પોલીસ સેવામાં મદદ માંગી હતી. પોલીસે સ્થળ પર પહોંચી પતિ-પત્નીને પોલીસ મથકે લઈ ગયા હતા, જ્યાં ખીમજીભાઈ દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા અને તેમની પાસે કોઈ પાસ-પરમિટ નહોતી.