હિમાચલ પ્રદેશમાં આફત: 296 મોત, 59 રોડ બંધ, 3200 કરોડથી વધુનું નુકસાન
હિમાચલ પ્રદેશમાં આફત: 296 મોત, 59 રોડ બંધ, 3200 કરોડથી વધુનું નુકસાન
Published on: 16th September, 2026

હિમાચલ પ્રદેશમાં 30 જૂનથી 15 સપ્ટેમ્બર દરમિયાન થયેલી ભારે વરસાદ અને કુદરતી આફતોને કારણે 3212.21 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓમાં કુલ 296 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં 119 લોકો સીધી આપત્તિઓ અને ક્લાઈમેટ ચેન્જને કારણે મૃત્યુ પામ્યા છે, જ્યારે 177 લોકો માર્ગ અકસ્માતોમાં જીવ ગુમાવ્યા છે. 520 લોકો ઘાયલ થયા છે, 131 મકાનો સંપૂર્ણ નાશ પામ્યા છે અને 502 મકાનોને આશિંક નુકસાન થયું છે. લોક નિર્માણ વિભાગને 2744.67 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. હાલ 59 રસ્તાઓ અને 11 પેયજલ યોજનાઓ બંધ છે.