પોરબંદર સ્ટેશન પર આધુનિક ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ કાર્યરત.
પોરબંદર સ્ટેશન પર આધુનિક ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ કાર્યરત.
Published on: 15th July, 2026

વેસ્ટર્ન રેલવેના ભાવનગર ડિવિઝને પોરબંદર રેલવે સ્ટેશન ખાતે યાર્ડ રિ-મોડેલિંગનું કાર્ય પૂર્ણ કરીને નવી ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ (EI) સિસ્ટમ કાર્યરત કરી છે. આ અપગ્રેડેશન 4 જુલાઈ, 2026 થી અમલમાં આવ્યું છે, જેનાથી ટ્રેનોનું સંચાલન વધુ સુરક્ષિત, સરળ અને કાર્યક્ષમ બનશે. નવી એન્જિન એસ્કેપ લાઈન અને 72 રૂટવાળી સિસ્ટમથી સમય બચશે અને ઓપરેશન સુપરફાસ્ટ થશે. આ ફેરફારોથી સ્ટેશનની ટ્રેન હેન્ડલિંગ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે.