બનાસકાંઠા પૂર મુદ્દે વિધાનસભામાં વિરોધ: કેશડોલ અને સહાયની માંગ સાથે સૂત્રોચ્ચાર.
બનાસકાંઠા પૂર મુદ્દે વિધાનસભામાં વિરોધ: કેશડોલ અને સહાયની માંગ સાથે સૂત્રોચ્ચાર.
Published on: 10th September, 2025

**Gujarat Assembly News**: બનાસકાંઠામાં પૂરથી અસરગ્રસ્ત વિસ્તારો માટે કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં ઉગ્ર રજૂઆત કરી. સુઈગામના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે વિનાશક અસરો વિશે રજૂઆત કરી, ગામો સંપર્ક વિહોણા બન્યા હોવાનું જણાવ્યું. પૂરગ્રસ્તો માટે તાત્કાલિક સહાયની માંગણી કરી. કોંગ્રેસના અન્ય ધારાસભ્યોએ પ્લેકાર્ડ દર્શાવી સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો.