કેરલ સ્ટોરી ટુ: હાઈકોર્ટમાં મોડી રાત સુધી દલીલો, ચુકાદો અનામત.
કેરલ સ્ટોરી ટુ: હાઈકોર્ટમાં મોડી રાત સુધી દલીલો, ચુકાદો અનામત.
Published on: 27th February, 2026

કેરલ હાઈકોર્ટની સિંગલ બેન્ચે 'કેરલ સ્ટોરી ટુ'ની શુક્રવારે રીલિઝ પર વચગાળાનો મનાઈહુકમ આપ્યો હતો. જોકે, બાદમાં નિર્માતાએ ડિવિઝન બેન્ચ સમક્ષ અપીલ કરતાં આજે મોડી રાત સુધી ડિવિઝન બેન્ચ સમક્ષ સામસામે દલીલો ચાલી હતી. તમામ પક્ષોને સાંભળ્યા બાદ હાઈકોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. જસ્ટીસ સુશ્રુત અરવિંદ ધર્માધિકારી તથા જસ્ટીસ P. V. બાલાકૃષ્ણનની બેન્ચે રાતના પોણા દસ સુધી સુનાવણી કરી હતી. સેન્સર બોર્ડને વિચાર્યા વિના સર્ટિફિકેટ આપવા બદલ ઠપકો અપાયો.