રાવળાપુરામાં આરોગ્ય કેમ્પ: 'સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન' હેઠળ તપાસ, માર્ગદર્શન અને કીટ વિતરણ આયોજિત કરવામાં આવ્યું.
રાવળાપુરામાં આરોગ્ય કેમ્પ: 'સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન' હેઠળ તપાસ, માર્ગદર્શન અને કીટ વિતરણ આયોજિત કરવામાં આવ્યું.
Published on: 26th September, 2025

રાવળાપુરાના આયુષ્માન આરોગ્ય મંદિરમાં 'સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન' અંતર્ગત આરોગ્ય કેમ્પ યોજાયો. કેમ્પમાં મહિલાઓની કેન્સર, હાયપરટેન્શન અને ડાયાબિટીસની તપાસ કરાઈ. સગર્ભા માતાઓનું સ્ક્રીનિંગ અને હિમોગ્લોબિનની તપાસ કરાઈ. 'વેરી હાઈ રિસ્ક' સગર્ભા માતાઓને પોષણ કીટનું વિતરણ કરાયું. NPCB કાર્યક્રમ હેઠળ આંખોની તપાસ કરવામાં આવી અને ટેકો એપ્લિકેશનમાં વિગતો દાખલ કરાઈ. હાયપરટેન્શન, ડાયાબિટીસના દર્દીઓને તપાસ માટે સલાહ અપાઈ અને ટીબીના દર્દીઓને નિક્ષય પોષણ કીટ અપાઈ.