વર્લ્ડ ફાર્માસિસ્ટ ડેની A-વન ફાર્મસી કોલેજમાં ઉજવણી: સ્પર્ધાઓ યોજાઈ અને વિદ્યાર્થીઓને ઇનામો એનાયત કરાયા.
વર્લ્ડ ફાર્માસિસ્ટ ડેની A-વન ફાર્મસી કોલેજમાં ઉજવણી: સ્પર્ધાઓ યોજાઈ અને વિદ્યાર્થીઓને ઇનામો એનાયત કરાયા.
Published on: 26th September, 2025

SNME કેમ્પસની A-વન ફાર્મસી કોલેજમાં 25 સપ્ટેમ્બરે "Think Health, Think Pharmacist" થીમ આધારિત વર્લ્ડ ફાર્માસિસ્ટ ડેની ઉજવણી થઈ. મેડિકલ સાયન્સમાં ફાર્મસીનું યોગદાન અને ફાર્માસિસ્ટની ભૂમિકા અંગે જાગૃતિ ફેલાવવાનો આ કાર્યક્રમનો હેતુ હતો. જેમાં ફાર્માપોસ્ટર, ફાર્માઇનોવેશન, ફાર્મામોડેલ, ફાર્મારેસીપી, ફાર્મારંગોળી, ફાર્મા ડોક્યુમેન્ટરી, ફાર્મા ડ્રોઈંગ અને ફાર્માલેબલીંગ જેવી સ્પર્ધાઓ યોજાઈ. વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને વિજેતાઓને ઇનામો અપાયા.