સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં 23000 બાળકો કૂપોષિત.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં 23000 બાળકો કૂપોષિત.
Published on: 18th March, 2026

દેશના ભાવિ બાળકોમાં કૂપોષણની સમસ્યા વધી રહી છે, જેના નિવારણ માટે સરકાર કરોડોનો ખર્ચ કરે છે. છતાં, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં 23000 બાળકો કૂપોષિત છે, જો કે છેલ્લા એક વર્ષમાં 9373 બાળકોને કૂપોષણમાંથી બહાર લાવવામાં આવ્યા છે. સરકાર સગર્ભા માતાઓ અને બાળકો માટે અનેક કાર્યક્રમો ચલાવે છે, પરંતુ પરિસ્થિતિમાં ઝાઝો ફેર પડતો નથી. સાબરકાંઠામાં 16588 અને અરવલ્લીમાં 6412 બાળકો કુપોષિત છે.