વડોદરામાં ૨૫ વર્ષના યુવકને સ્વાઇન ફ્લૂ, સયાજી હોસ્પિટલમાં દાખલ
વડોદરામાં ૨૫ વર્ષના યુવકને સ્વાઇન ફ્લૂ, સયાજી હોસ્પિટલમાં દાખલ
Published on: 26th August, 2026

દેશભરમાં સ્વાઇન ફ્લૂના કેસોમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે. આ વચ્ચે વડોદરા જિલ્લાના એક ગામના ૨૫ વર્ષીય યુવકને સ્વાઇન ફ્લૂનો ચેપ લાગતા તેને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સ્થાનિક સારવાર બાદ પણ રાહત ન મળતા, ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલમાં યુવકની હાલત સ્થિર છે. સયાજી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂ દર્દીઓ માટે ઓક્સિજન અને વેન્ટિલેટર સવલતો સાથેનો ૨૫ બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર રાખવામાં આવ્યો છે.