રાજપીપળામાં પીવાના પાણીમાં પક્ષીઓના હાડકા અને પીંછા મળતાં લોકોમાં રોષ
રાજપીપળામાં પીવાના પાણીમાં પક્ષીઓના હાડકા અને પીંછા મળતાં લોકોમાં રોષ
Published on: 26th August, 2026

રાજપીપળાના કસ્બાવાડ વિસ્તારમાં પીવાના પાણીની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. રુંધા ફળિયામાં પાણીમાંથી પક્ષીઓના પીંછા અને હાડકા મળતાં સ્થાનિક રહેવાસીઓમાં રોષ ફેલાયો છે. રાજ્યમાં વાસી ખોરાકને કારણે મૃત્યુની ઘટનાઓ બાદ, રાજપીપળા નગરપાલિકાની બેદરકારી સામે આવી છે. શહેરીજનોને આપવામાં આવતાં પાણીમાં ગંદકી અને અશુદ્ધિઓ જોવા મળી રહી છે, જેનાથી રોગચાળો ફાટી નીકળવાની સંભાવના વધી ગઈ છે. સ્થાનિકોએ તાત્કાલિક પાણીની ટાંકીઓની સફાઈ અને સ્વચ્છતાની માંગ કરી છે.