દિયોદર ગ્રામ પંચાયતના રૂ.3 કરોડ વેરા વસુલાત માટે 15 ટીમો
દિયોદર ગ્રામ પંચાયતના રૂ.3 કરોડ વેરા વસુલાત માટે 15 ટીમો
Published on: 26th August, 2026

દિયોદર ગ્રામ પંચાયતનો રૂપિયા 3 કરોડનો બાકી વેરો ઉઘરાવવા માટે 30 તલાટીઓને કામગીરી સોંપવામાં આવી છે. તાલુકા વિકાસ અધિકારીના આદેશથી 15 ટીમો બનાવી, રહેણાંક મિલકત સંબંધિત વેરો સમયસર ન ભરનારા ગ્રાહકો પાસેથી આ વસુલાત હાથ ધરાઈ છે. આ 15 ટીમો આગામી 5 દિવસ સુધી દિયોદર ગામની હદમાં ડોર ટુ ડોર મુલાકાત કરી વેરો વસૂલશે. TDOએ જણાવ્યું કે, પ્રજાની સુવિધાઓ માટે વેરા વસુલાત જરૂરી છે.