7 ફૂટનું શિવલિંગ, સૂર્યદેવના કિરણોથી થાય છે અભિષેક: તડકેશ્વર મહાદેવનો ઇતિહાસ
7 ફૂટનું શિવલિંગ, સૂર્યદેવના કિરણોથી થાય છે અભિષેક: તડકેશ્વર મહાદેવનો ઇતિહાસ
Published on: 26th August, 2026

ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલું તડકેશ્વર મહાદેવ મંદિર એક અનોખું શિવાલય છે. અહીં 7 ફૂટ ઊંચું શિવલિંગ આવેલું છે, જેના પર દરરોજ સૂર્યના કિરણોથી અભિષેક થાય છે. આશરે 800 વર્ષ પહેલાં એક ગોવાળિયાને આ શિવલિંગ મળ્યું હતું. દંતકથા મુજબ, ભગવાન શિવે સ્વપ્નમાં ગોવાળિયાને આદેશ આપ્યો હતો કે, "મારી ઉપર કોઈ છત્ર બનાવશો નહીં." આ કારણે મંદિરનું શિખર ખુલ્લું રાખવામાં આવે છે, જેથી સૂર્યના કિરણો હંમેશા શિવલિંગ પર પડે. 1994માં મંદિરનો જીર્ણોદ્ધાર થયો હતો.