સુરતમાં રક્ષાબંધન પર ₹7 લાખની ડાયમંડ, 2-ઇન-1 અને આધ્યાત્મિક રાખડીઓની ધૂમ
સુરતમાં રક્ષાબંધન પર ₹7 લાખની ડાયમંડ, 2-ઇન-1 અને આધ્યાત્મિક રાખડીઓની ધૂમ
Published on: 26th August, 2026

રક્ષાબંધન નજીક આવતા જ સુરતના જ્વેલરી બજારમાં ખાસ રાખડીઓની માંગ વધી રહી છે. ₹500 થી શરૂ થઈ ₹7 લાખ સુધીની પ્રીમિયમ રિયલ ડાયમંડ રાખડીઓ, લેબગ્રોન ડાયમંડ, અમેરિકન ડાયમંડ અને કસ્ટમાઇઝ્ડ ગોલ્ડ-સિલ્વર ડિઝાઇન્સ ઉપલબ્ધ છે. આ વર્ષે 2-ઇન-1 રાખડીઓ, જે પેન્ડેન્ટ અને બ્રેસલેટ તરીકે પણ પહેરી શકાય છે, તેની ભારે માંગ છે. આધ્યાત્મિક પ્રતીકો જેમ કે ‘શ્રી’, ‘સ્વસ્તિક’, ‘ઓમ’ અને રૂદ્રાક્ષ વર્કવાળી રાખડીઓ પણ લોકપ્રિય છે. સોના-ચાંદીના વધતા ભાવને કારણે, લોકો રાખડીને રોકાણ તરીકે પણ જોઈ રહ્યા છે. NRI બહેને પણ ભાઈ માટે ખાસ રિયલ ડાયમંડ રાખડી ખરીદી.